Tadpatri Sahay Yojana Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મજબૂત બનાવી ખેતી માટે જરૂરી સાધનસામગ્રીમાં મદદરૂપ થવા માટે તાડપત્રી સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતીના જુદા જુદા કામ માટે તાડપત્રીની સહાય પ્રદાન કરવાનો છે, જેનો ઉપયોગ પાકને સુરક્ષિત રાખવા, દાણાના સંગ્રહ, અને અન્ય કૃષિ ઉપયોગ માટે થાય છે.
યોજનામાં સરકાર તાડપત્રીની ખરીદી માટે આર્થિક સહાય પૂરી પાડે છે, જે ખાસ કરીને નાના અને મધ્યમ સ્તરના ખેડૂતો માટે ફાયદાકારક છે. આ યોજના હેઠળ ખેડૂત પાત્રતા ધરાવતો હોય તો તેને નક્કી સબસિડી રકમનું લાભ મળે છે. અરજી માટે ખેડૂતોને તેમના જમીનના દસ્તાવેજો, આધાર કાર્ડ, અને બેંક વિગતો જેવી જરૂરી માહિતી સબમિટ કરવી પડે છે. આજે અમે આ લેખની અંદર યોજનાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે અને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
Tadpatri Sahay Yojana Gujarat 2025
યોજનાનું નામ | Tadpatri Sahay Yojana Gujarat 2025 |
વિભાગનું નામ | ગુજરાત સરકારના કૃષિ વિભાગ |
હેતુ | ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
મળવા પાત્ર સહાય | કુલ ખર્ચના 50% અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે. અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે. |
ઓફિસિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
તાડપત્રી સહાય યોજનાનો હેતુ । Tadpatri Sahay Yojana Purpose
તાડપત્રી સહાય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને પાકનું રક્ષણ, દાણાના સંગ્રહ, અને ખેતી માટે જરૂરી સાવચેતીમાં તાડપત્રીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવો છે.
1. પાકને હાનિકારક વાતાવરણથી સુરક્ષિત રાખવું: વરસાદ, તીવ્ર ગરમી અથવા ઠંડી જેવા પરિસ્થિતિઓમાં પાકને સુરક્ષિત રાખવા માટે તાડપત્રી ઉપયોગી બને છે.
2. દાણાના સંગ્રહમાં સહાયતા: પાકના દાણાને લૂંટવા અને નષ્ટ થવાથી બચાવવા તાડપત્રી સંગ્રહ માટે મદદરૂપ થાય છે.
3. ખેતી ખર્ચ ઘટાડવો: ખેડૂતોને ઓછા ખર્ચે ખેતીના સાધનો ઉપલબ્ધ કરાવીને તેમને આર્થિક મજબૂત બનાવવું.
4. ખેડૂતનું જીવનસ્થર ઉંચું લાવવું: ખેતીની ગુણવત્તા અને પેદાશમાં વધારો કરીને ખેડૂતોના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું.
આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ ખેતરો ધરાવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે, જે ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકે છે.
ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે ખેડૂતોને મળશે રૂપિયા 6 લાખ સુધીની સહાય
તાડપત્રી સહાય યોજનામાં લાભાર્થીની પાત્રતા । Tadpatri Sahay Yojana Eligibility
ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- Ikhedut તાડપત્રી સહાય યોજના ત્રણ વાર લાભ મળશે.
- તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
તાડપત્રી સહાય યોજનામાં મળતી સહાય । Tadpatri Sahay Yojana Benefit
ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ છે. આ યોજના હેઠળ ikhedut portal સબસીડી નક્કી કરેલી છે. જે નીચે મુજબ પ્રમાણે મળવા પાત્ર છે.
1. અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14): આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
2. અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3): આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
3. અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-4): આ સ્કીમ અનુસુચિત જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
4. સામાન્ય ખેડૂતો માટે(AGR-2) : આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
5. NFSM (Oilseeds and Oil Palm): આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂત્ના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે.
તાડપત્રી સહાય યોજના જરૂરી દસ્તાવેજો | Tadpatri Sahay Yojana Required Documents
ikhedut portal દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના જરૂરી દસ્તાવેજો જોઈશે.
- ખેડૂતનું આધારકાર્ડની નકલ
- ikhedut portal 7-12
- રેશનકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
- વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- બેંક ખાતાની પાસબુક
નવા લગ્ન થયા હશે તો તેને મળશે રૂપિયા 12,000
તાડપત્રી સહાય યોજના અરજીની પ્રક્રિયા । Tadpatri Sahay Yojana Online Apply
તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા પગલાં અનુસરો.
પગલું 01: સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
પગલું 02: હવે, “Plan Label” વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 03: પછી “Farming Schemes” પર ક્લિક કરો.
પગલું 04: “Tadpatri Sahay Yojana” પર ક્લિક કરો.
પગલું 05: બધી જરૂરી વિગતો વાંચો અને “Apply” પર ક્લિક કરો.
પગલું 06: શું તમે અરજદાર ખેડૂત તરીકે તમારી નોંધણી પૂર્ણ કરી છે? જો હા, તો “હા” જવાબ આપો; નહિંતર, “ના” જવાબ આપો અને વધારાના પગલાં સાથે આગળ વધો.
પગલું 07: આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખો અને પછી Captcha ઈમેજ સબમિટ કરો.
પગલું 08: જો તમે સાઇન અપ કર્યું હોય, તો “Login” વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 09: ફોર્મમાં દર્શાવેલ તમામ માહિતી ભરો અને “Save” બટન પર ક્લિક કરો.
પગલું 10: એકવાર બધી વિગતો ચકાસ્યા પછી “Submit” બટન પર ક્લિક કરો.
ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવાં માટે |
એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે |
FAQS: વારંવાર પૂછાતા પ્રશ્નો
તાડપત્રી સહાય યોજના શું છે?
આ યોજના ગુજરાત સરકાર દ્વારા ખેતરની યોગ્ય સંરક્ષણ અને પાકના ઉત્પાદનને વધારવા માટે ખેડૂતોને તાડપત્રી માટે આર્થિક સહાય પૂરી પાડે છે.
તાડપત્રી સહાય યોજનાનો લાભ કોણે આપવામાં આવે છે?
ગુજરાત રાજ્યના નાના, સીમાંત અને મોટા ખેડૂતોને લાભ આપવામાં આવે છે.
ગુજરાત તાડપત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?
ખેડૂતોઓએ આ યોજનાનો લાભ લેવા માટે iKhedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
Tadpatri Sahay Yojana માં કેટલો લાભ મળે છે?
ખેડૂતોને આ યોજના હેઠળ અનામત જ્ઞાતિઓને કુલ ખર્ચના 75% અથવા રૂ.1875/- આ બન્નેમાં જે ઓછુ હોય તેની સહાય મળશે. જ્યારે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.1250/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે.