ખેતરની ફરતે તારની વાડ કરવા માટે ખેડૂતોને મળશે મોટી સબસીડી | Tar Fencing Yojana Gujarat 2025

Tar Fencing Yojana Gujarat 2025: તાર ફેન્સીંગ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક ખેડૂતલક્ષી યોજના છે. જે ખેડૂતોના પાકના રક્ષણ માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાડ બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે જેથી પશુઓ અને જંગલી પ્રાણીઓ દ્વારા પાકને થતા નુકસાનને અટકાવી શકાય છે.

આ યોજનાનો મુખ્ય હેતુ પાકને સુરક્ષિત રાખવો અને તેનું રક્ષણ કરવું અને ખેડૂતોના આર્થિક નુકસાન અને ઘટાડવાનો છે. સરકાર દ્વારા લોખંડની તાર ફેન્સીંગ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે, જે વિવિધ માપદંડો અને ખેડૂતની પાત્રતા અનુસાર નક્કી કરવામાં આવેલી છે જેના વિશે આજે આપણે આ લેખની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું.

Tar Fencing Yojana Gujarat 2025

યોજનાનું નામ તાર ફેન્સીંગ યોજના 2025
યોજનાનો હેતુ ખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
મળવા પાત્ર સહાય
  • આ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે.
  • જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.
ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

તાર ફેન્સીંગ યોજનાનો હેતુ | Tar Fencing Yojana Purpose

તાર ફેન્સીંગ યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની ખેતીની જમીન અને પાકને સુરક્ષિત રાખવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓ અને અવારા પશુઓ દ્વારા થતા નુકસાનથી બચાવવાનો છે.

આ યોજનાના દ્વારા લોખંડની તારવાળી વાડ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતોની મહેનત પર પાણી ન ફરી જાય અને તેમની આર્થિક સ્થિરતા જળવાઈ રહે. આ સહાયથી ખેડૂતો સુરક્ષિત ખેતી કરી શકે અને પાકનું ઉત્પાદન વધારી શકે.

આ ઉપરાંત, સતત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન અપાવી અને ખેડૂતોને આર્થિક રીતે સ્વાવલંબન તરફ પ્રેરિત કરવું પણ આ યોજનાનો હેતુ છે.

શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને મળશે રૂપિયા 50,000 ની સહાય

તાર ફેન્સીંગ યોજનામાં લાભાર્થીની પાત્રતા | Tar Fencing Yojana Eligibility

તાર ફેન્સીંગ યોજનામાં લાભાર્થીની પાત્રતા:

  1. ગુજરાત રાજ્યના ખેડૂત હોવા જોઈએ.
  2. લાભાર્થી પાસે ખેતી માટે પોતાની અથવા ભાડે લેવામાં આવેલી જમીન હોવી જરૂરી છે.
  3. SC/ST, લઘુમતી, BPL, તેમજ સામાન્ય શ્રેણીના ખેડૂતોએ અરજી કરી શકે.
  4. યોજના હેઠળ નક્કી કરાયેલા માપદંડ મુજબ ખેડૂતને નાણાકીય સહાય મળશે.
  5. ખેડૂતોએ તેમના ખેતર પર ખેતી ચાલુ રાખવી અને યોજનાની શરતોનું પાલન કરવું જરૂરી છે.
  6. અરજદાર ખેડૂત પાસે જમીનના માલિકીના દસ્તાવેજો, બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે.
  7. સરકાર દ્વારા નક્કી કરાયેલા ટકાવારી પ્રમાણે સહાય મેળવવા માટે અરજી સમયસર કરવી જરૂરી છે.

આ પાત્રતા ધોરણો અંતર્ગત ખેડૂતો તાર ફેન્સીંગ યોજનાનો લાભ મેળવી શકે છે.

તાર ફેન્સીંગ યોજનામાં મળવા પાત્ર લાભ | Tar Fencing Yojana Benefit

આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે. અથવા ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાય છે.

આ યોજના ખેડૂતો માટે જમીન અને પાકની રક્ષણાત્મક સલામતી માટે એક અસરકારક પગલું છે, જે તેમને આર્થિક અને ખેતીક્ષેત્રે મજબૂત બનાવે છે.

તાર ફેન્સીંગ યોજના જરૂરી દસ્તાવેજો | Tar Fencing Yojana Required Documents

આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  1. ખેડૂતનું આધારકાર્ડની નકલ
  2. ikhedut portal 7-12
  3. રેશનકાર્ડની નકલ
  4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
  5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  10. બેંક ખાતાની પાસબુક

તાર ફેન્સીંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી

આ યોજનામાં નવા નિયમો સબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલા છે. જે નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ સબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ધોરણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • તાર ફેન્‍સીંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત / ખેડૂતોના જૂથ માટે એક કલસ્ટર બનાવી શકાશે.
  • એક કરતા વધુ ખેડૂત સાથે સામુહિક અરજી કરી શકશે. જેમાંથી એક ખેડૂતને જુથ લીડર બનાવવાનો રહેશે.
  • અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ.
  • ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ 7-12 તથા 8-અ ની નકલ, નિયત નમૂનાનું કબુલાતનામું તથા જૂથ લીડરને સહાય ચુકવાણું કરવા માટેનું સ્વધોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજુ કરવાનું રહેશે.
  • અરજી કરનાર ખેડૂત/ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ, સમાનના ખરીદીના GST વાળા બીલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહીત જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવાનો રહેશે.
  • વાડ બનાવ્યા પછી તેની જાણવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વ ખર્ચે કરવાનું રહેશે.

વૃદ્ધોને મળશે દર મહિને રૂપિયા 1000 થી 1250 સુધીની સહાય

તાર ફેન્સીંગ યોજના અરજીની પ્રક્રિયા । Tar Fencing Yojana Online Apply

તમારે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવતાં iKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. જેની સંપૂર્ણ અરજી પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.

  • અરજદારે સૌપ્રથમ Google Search માં ikhedut Portal ટાઈપ કરવાનું રહેશે.
  • જે પરિણામ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • ikhedut Portal વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી ખેતીવાડી ની યોજનાઓ ખોલવું.
  • ખેતીવાડી ની યોજના” ની કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો ની અલગ-અલગ યોજનાઓ બતાવશે.
  • જેમાં તારની વાડ નામની યોજના પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેકટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

અરજી કરવા માટે અગત્યની લીંક

સતાવાર વેબસાઈટની મુલાકાત લેવા માટે
એપ્લિકેશનની પ્રિન્ટ માટે
એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે

FAQ: વારંવાર પૂછાતા પ્રશ્નો

Tar Fencing Yojana 2025 માં કેટલો લાભ મળે છે?

આ યોજના હેઠળ ખેડૂતને 2 હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

તાર ફેન્સીંગ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની હોય છે?

આ યોજનાની અરજી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે.

આ યોજનાની સહાય મંજૂરીના હુકમ પછી કેટલા દિવસમાં તાર ફેન્સિંગનું કામ પુરું કરવાનું હોય છે.?

અરજદાર ખેડૂતને સહાયની પૂર્વ મંજૂરી બાદ કુલ 120 દિવસમાં તાર ફેન્સિંગનું કામ પુરું કરવાનું હોય છે.

Leave a Comment